નવા Labour Lawથી બદલાઈ જશે તમારી જિંદગી! કામના કલાક, PF, ફાઈનલ સેટલમેન્ટના નિયમ બદલાશે
ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ વિશે નવા લેબર કોડમાં દર્શાવાયું છે કે, કંપની છોડવા, કર્મચારીને છૂટા કરવા અથવા રાજીનામાના બે દિવસમાં કર્મચારીને ફાઈનલ પેમેન્ટ કરવાનું રહેશે. હાલમાં પેમેન્ટ અને સેટલમેન્ટમાં નિયમ લાગૂ છે, પરંતુ રાજીનામામાં આ નિયમ લાગૂ પડતો નથી. નવા લેબર કોડમાં ઈન હેન્ડ સેલેરી ઓછી થશે અને કામના કલાક પણ ઘટાડાશે.
નવી દિલ્લીઃ એક જુલાઈથી કેન્દ્ર સરકાર નવો લેબર કોડ લાગૂ કરવાની તૈયારીમાં છે. નવા લેબર કોડથી નોકરીના નિયમમાં ઘણા ફેરફાર થશે. કેન્દ્ર સરકાર તમામ રાજ્યમાં એક સાથે બદલાવ લાગૂ કરશે. નવો લેબર કોડ લાગૂ થયા બાદ નોકરી કરતા લોકોના જીવનમાં ઘણા ફેરફાર થશે. નવો કાયદો લાગૂ થતા PF અને ગ્રેજ્યુટી સહિત રિટાયરમેન્ટના ફાયદા પણ વધશે. સાથે જ અઠવાડિયામાં બે સજાને વધારીને 3 કરાય તેવી પણ શક્યતા છે. આ કોડ લાગૂ થયા બાદ જો કોઈ કર્મચારી કંપની છોડશે તો 2 દિવસમાં ફાઈનલ સેટલમેન્ટ પણ પૂર્ણ થશે. હાલમાં ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટમાં કંપનીને 30થી 60 દિવસ સુધીનો સમય લાગે છે
બે દિવસમાં થશે ફાઈનલ સેટલમેન્ટ:
ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ વિશે નવા લેબર કોડમાં દર્શાવાયું છે કે, કંપની છોડવા, કર્મચારીને છૂટા કરવા અથવા રાજીનામાના બે દિવસમાં કર્મચારીને ફાઈનલ પેમેન્ટ કરવાનું રહેશે. હાલમાં પેમેન્ટ અને સેટલમેન્ટમાં નિયમ લાગૂ છે, પરંતુ રાજીનામામાં આ નિયમ લાગૂ પડતો નથી. નવા લેબર કોડમાં ઈન હેન્ડ સેલેરી ઓછી થશે અને કામના કલાક પણ ઘટાડાશે.
નવા કાયદામાં એક સાથે ચાર બદલાવ:
નવા લેબર કોડમાં વેતન, સોશિયલ સિક્યોરિટી, ઈન્ડસ્ટ્રી સાથે વ્યવહાર અને ઓક્યુપેશન સેફ્ટી પણ જોડાયેલી છે. કેન્દ્ર સરકાર આ ચારેય કોડનું ફાઈનલ ડ્રાફ્ટ ફેબ્રુઆરી 2021માં તૈયાર કરાયું હતુ. અત્યાર સુધીમાં 23 રાજ્યમાં આ કાયદાને પ્રિ-પબ્લિશ્ડ ડ્રાફ્ટ લાગૂ કરાયો છે. કેન્દ્ર સરકાર હવે તમામ રાજ્યમાં એક સાથે ચારેય બદલાવ લાગૂ કરશે.
કામના સમયમાં થશે વધારો:
નવા કાયદા કોડમાં કામના કલાક માટે મહત્વનો નિર્ણય કરાયો છે. જે મુજબ અઠવાડિયામાં 4 દિવસ કામ અને ત્રણ દિવસની રજાનો પ્રસ્તાવ મૂકાયો છે. સાથે જ દરરોજના કામને વધારીને 12 કલાક કરાશે. સરકારના આ પ્રસ્તાવ મુજબ કર્મચારીને અઠવાડિયામાં 48 કલાક સુધી કામ કરવાનું રહેશે.
PFનું યોગદાન વધશે:
નવા કાયદામાં PFના નિયમમાં પણ ફેરફાર કરાશે. નવા પ્રસ્તાવ મુજબ બેઝિક પગારનો અડધો ભાગ PF તરીકે ડિડક્ટ કરાશે. જેથી કર્મચારીની ટેક હોમ સેલેરી પણ ઘટશે. પરંતુ રિટાયરમેન્ટના સમયે કર્મચારીને મોટી રકમ મળતા વૃદ્ધાવસ્થામાં ફાયદો થશે. સરકારનો આ નવો કાયદો ખાનગી સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે.